
વર્તમાન સમયમાં કલ્યાણ રાજ્યને વરેલી સરકારોનો એક મહત્વનો ઉદ્દેશ દેશના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાનો છે. તેના એક ભાગરૂપે જ જાહેર પરિવહન દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે જેવી મહત્વની સેવા પુરી પાડવામાં આવે છે. તેનાથી નીચે રાજ્યકક્ષાએ દરેક રાજ્ય દ્વારા રાજ્ય પરિવહન એસ.ટી. સેવા પુરી પાડવામાં આવે છે. અને તે મુજબ મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા સિટી બસ સુવિધાઓ તેમજ રેલ્વે સુવિધાઓ પુરી પડાવમો આવે છે. તેથી આ પ્રકારની સુવિધાઓની અસરકારકતા તપાસવા માટે અમદાવાદ શહેરી ક્ષેત્રના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. આ બૂક માં અમદાવાદ શહેર ની સિટિબસ ની માહિતી આપવામાં આવી છે. આ બૂક કુલ 6 પ્રકારણોમાં પ્રકાશિત કરવમો આવી છે. 1. વિષય પ્રવેશ 2. જાહેર પરિવાહનનું મહત્વ અને મુખ્ય ઘટક 3. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ 4. અમદાવાદ શહેરની વર્તમાન પરિવહન પરિસ્થિતી અને સમસ્યાઓ 5. બદલાતા જાહેર પરિવાહનની સામાજિક અસરોનો અભ્યાસ 6. તારણો અને સૂચનો પ્રસ્તુત બૂક સંશોધન ક્ષેત્રે અભ્યાસાર્થીઓને ખૂબ ઉપયોગી થશે.
Page Count:
81
Publication Date:
2015-01-01
ISBN-13:
9789385065781
No comments yet. Be the first to share your thoughts!